ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026

કૃ

 હર સુંવાળા શબ્દ પર પેશાબ કર,

બેધડક પેશાબ કર, પેશાબ કર.


હો બુઝુર્ગી બોર્ડ - 'મૂતરવું નહીં'-

એ જ સ્થળ પર તાઉમર પેશાબ કર.


શ્વેત અધિવેશન થશે કર્બુર જરા,-

મંચ પર તું રાત ભર પેશાબ કર.


આ પરબ ! આહા પરબ ! ઓહો પરબ !

મન થયે શામોસહર પેશાબ કર.


બાઅદબ મધુમેહિયા સાહિત્ય પર 

યૂરિયાથી તરબતર પેશાબ કર.


04-05-1979


Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.