સોનેરી સૂરજ ઊગતો’તો ને વાંદરો કેળું ખાતો’તો ,
રૂપેરી પવન ઊછળતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .
વનમાં ફૂલોની મ્હેંક હતી , પંખી-ઝરણાંનાં ગીત હતાં ,
આહ્લાદ મધુર ઉદ્ભવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .
ઝરમર-ઝરમર વરસાદ , આભમાં મેઘધનુષની સુંદરતા ,
દેખાવ રમ્ય ઊપસતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .
મેં મારી નજરે જોયું છે , હું પોતે એનો સાક્ષી છું ,
આખ્ખો દરિયો ઘૂઘવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો