શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019
એક્શન
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
ફૂલ ફાગણના હિલ્લોળે કમખામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
ધાંસ આવતી મને અહીંયા હોકામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
ઠામુકો ડૂબું દેખ આંખજોગામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
જીવ! ખોભર મા ઝાઝુ વાંકવોંઘામાં.
20-06-1980
* વિનોદ જોશીને સસ્નેહ.
ફૂલ ફાગણના હિલ્લોળે કમખામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
ધાંસ આવતી મને અહીંયા હોકામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
ઠામુકો ડૂબું દેખ આંખજોગામાં.
વાળ ઝાટકે જુવાનડી ઝરુખામાં
જીવ! ખોભર મા ઝાઝુ વાંકવોંઘામાં.
20-06-1980
* વિનોદ જોશીને સસ્નેહ.
રવિવાર, 28 જુલાઈ, 2019
Arthur Okamura નું તૈલચિત્ર 'Stray Cur, Eucalyptus Grove'
બુગદામાં / બુગદા-બોધ
શનિવાર, 27 જુલાઈ, 2019
રવિવાર, 16 જૂન, 2019
અસ્તિત્વ
તું તરે છે એ જગા મઝધાર છે,
ને ઘણું આ પાર કે એ પાર છે.
દૃશ્ય અથવા શબ્દ અથવા લય પછી
શૂન્યતાથી પૂર્ણનો વિસ્તાર છે.
અંતનો પ્રારંભ છે આરંભમાં,
રિક્ત અવકાશે તરલ સંસાર છે.
દ્રવ્યની ખામી નથી, ના પાત્રની,
માત્ર પીનારા ફક્ત બે-ચાર છે.
07/01/1995
ને ઘણું આ પાર કે એ પાર છે.
દૃશ્ય અથવા શબ્દ અથવા લય પછી
શૂન્યતાથી પૂર્ણનો વિસ્તાર છે.
અંતનો પ્રારંભ છે આરંભમાં,
રિક્ત અવકાશે તરલ સંસાર છે.
દ્રવ્યની ખામી નથી, ના પાત્રની,
માત્ર પીનારા ફક્ત બે-ચાર છે.
07/01/1995
ગુરુવાર, 13 જૂન, 2019
રવિવાર, 26 મે, 2019
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)