તું તરે છે એ જગા મઝધાર છે,
ને ઘણું આ પાર કે એ પાર છે.
દૃશ્ય અથવા શબ્દ અથવા લય પછી
શૂન્યતાથી પૂર્ણનો વિસ્તાર છે.
અંતનો પ્રારંભ છે આરંભમાં,
રિક્ત અવકાશે તરલ સંસાર છે.
દ્રવ્યની ખામી નથી, ના પાત્રની,
માત્ર પીનારા ફક્ત બે-ચાર છે.
07/01/1995
ને ઘણું આ પાર કે એ પાર છે.
દૃશ્ય અથવા શબ્દ અથવા લય પછી
શૂન્યતાથી પૂર્ણનો વિસ્તાર છે.
અંતનો પ્રારંભ છે આરંભમાં,
રિક્ત અવકાશે તરલ સંસાર છે.
દ્રવ્યની ખામી નથી, ના પાત્રની,
માત્ર પીનારા ફક્ત બે-ચાર છે.
07/01/1995
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો