રવિવાર, 26 મે, 2019

વિઘટ-બોધ


વ્યાપ્તિ


પ્રશ્ન-બોધ


લય-સત્ર


અવસાન-બોધ


એક સમ્બોધન જરઠ ઊષ્ટ્રોને-

હે કરચલીવાળા નિસ્તેજ આઈનાઓ,
તમારી જર્જરિત સંકુચિત ફ્રેમમાં 
અમારા તરોતાઝા અસ્તિત્વનો ઉચ્ચન્ડ વ્યાપ 
સમાઈ શકવાની કોઈ શક્યતા જ નથી, 
માટે ઉસ્માનભાઈ અબ્દુલ્લા કાચવાલા (ઉંમર વર્ષ 21) ની 
દુકાને જઈ 
તમારા થોબડાને કલી કરાવીને 
ફ્રેમનું પહોળીકરણ કરાવી લ્યો 
એવો 
અમારો તમને આપાતકાલીન આગ્રહ છે.

ઓ રુગ્ણપ્રકાન્ડ વટવૃક્ષો !

અમારા ઉચ્છવાસના વાવાઝોડાની 
જોરદાર થપાટથી તમે ઊથલી પડો એ પહેલાં 
અમારાં મૂલ્યવાન પરામર્શ અનુસાર 
વહેલામાં વહેલી તકે 
આપમેળે જ ધરાશાયી બનીને 
ક્ષેત્રસંન્યાસ લઇ લ્યો,
એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.

ઓ પરમપૂજ્ય સત્યમો, શિવમો અને સુન્દરમો,

અત્યાર સુધી જેની નીચે 
મંગળમય રીતે તમે ચાલી રહ્યા હતા 
એ ગાડાંઓનું સ્થાન 
સુપરસોનિકોએ લઇ લીધું છે.

હે જરદ્દગવો,

હવે તમે અન્ય કોઈ કામ શોધવા 
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની કચેરીએ 
નામ નોન્ધાવવા જવાની 
તકલીફ નહીં લ્યો,
તો તમારી કઈ માં-બેન કુંવારી રહી જવાની છે ?
તમે તો કેવળ ક્યૂરિઓ-માર્ટમાં જ શોભો.

ઓ મઠાધીશો !

જો તમે સ્વયમેવ 
સમાધિ લેવા જ ઇચ્છુક હો, 
તો 
કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીમાંનું 
કોઈ પણ સ્થળ પસન્દ કરી લેવાની તમને છૂટ છે,
પણ કૃપા કરીને 
હે જરઠ ઊષ્ટ્રો !
શબ્દોની પાડીને બલાત્કારે ભેંસ બનાવવાનો કાર્યક્રમ 
હવે પડતો મૂકો,
અન્યથા 
થનગનતા વયસ્ક પાડરુઓની વણઝાર 
તમને શીંગડે ચડાવશે 
તો 
ક્યાંક તમારી રહી-સહી એક્સ્ટસીય આબરૂના કાંકરા થઇ જશે,
કેમ કે  
ઓ વિભીષણો !
હવે અમે તમારી ભરી સભામાં 
અંગદની જેમ જ 
રોપી દીધો છે અમારો મજબૂત થામ્ભલા જેવો પગ,
તમારામાં તાકાત હોય, 
તો ઉખેડી લ્યો,
લેકિન ઇતના જરૂર યાદ રખના 
કિ 
ગબ્બરસિંહ 
અપના નિશાના કભી નહીં ચુકતા
 // ઇતિ સમ્બોધન: //

26-02-1976, 'અભિવ્યક્તિ'માં પ્રકાશિત 

અન્તરાલ-બોધ


ચિન્તન-બોધ


શંકા-બોધ


રચના-બોધ


વિશ્લેષ-બોધ


જિગીષા-બોધ


પ્રભુત્વ-બોધ


સંશ્લેષ-બોધ


ઈક્ષણ-બોધ


અયન-બોધ


સૌભાગ્ય


અપેક્ષા

યુગ સઘન માગું છતાંયે પળ મળે,
ઉપવને પણ ઝાંઝવાંનાં જળ મળે.
શબ્દ-નગરે હું સતત અકળાઉં છું, 
મૌન વાણી હોય એવું સ્થળ મળે.

શનિવાર, 18 મે, 2019

હિપ્પીત્વ


ઈષ


ઇતિ


સત્


ધા


સામો માણસ


પ્રશ્નાવલી


દ્વિત


'ર' બોધ


અસ્


પ્લૂ


શબ્દ એટલે


ભેંસ ભાદરમાં ભીની


ક્ષમ્


સમ્


દિનાન્ત


મા


હાયકૂ







































ટચુકડી આ 
તળાવડીમાં 
તરી રહ્યું આકાશ !

રિચ્


?


ભૂ


અસ્


ઉદ્દઘટ


શોધ-બોધ


મૃષ


રવિવાર, 12 મે, 2019

ધ્રુષ


પૃચ્છ્


ધજધજ


સમ્


ક્ષણો


Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.