હે કરચલીવાળા નિસ્તેજ આઈનાઓ,
તમારી જર્જરિત સંકુચિત ફ્રેમમાં
અમારા તરોતાઝા અસ્તિત્વનો ઉચ્ચન્ડ વ્યાપ
સમાઈ શકવાની કોઈ શક્યતા જ નથી,
માટે ઉસ્માનભાઈ અબ્દુલ્લા કાચવાલા (ઉંમર વર્ષ 21) ની
દુકાને જઈ
તમારા થોબડાને કલી કરાવીને
ફ્રેમનું પહોળીકરણ કરાવી લ્યો
એવો
અમારો તમને આપાતકાલીન આગ્રહ છે.
ઓ રુગ્ણપ્રકાન્ડ વટવૃક્ષો !
અમારા ઉચ્છવાસના વાવાઝોડાની
જોરદાર થપાટથી તમે ઊથલી પડો એ પહેલાં
અમારાં મૂલ્યવાન પરામર્શ અનુસાર
વહેલામાં વહેલી તકે
આપમેળે જ ધરાશાયી બનીને
ક્ષેત્રસંન્યાસ લઇ લ્યો,
એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.
ઓ પરમપૂજ્ય સત્યમો, શિવમો અને સુન્દરમો,
અત્યાર સુધી જેની નીચે
મંગળમય રીતે તમે ચાલી રહ્યા હતા
એ ગાડાંઓનું સ્થાન
સુપરસોનિકોએ લઇ લીધું છે.
હે જરદ્દગવો,
હવે તમે અન્ય કોઈ કામ શોધવા
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની કચેરીએ
નામ નોન્ધાવવા જવાની
તકલીફ નહીં લ્યો,
તો તમારી કઈ માં-બેન કુંવારી રહી જવાની છે ?
તમે તો કેવળ ક્યૂરિઓ-માર્ટમાં જ શોભો.
ઓ મઠાધીશો !
જો તમે સ્વયમેવ
સમાધિ લેવા જ ઇચ્છુક હો,
તો
કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીમાંનું
કોઈ પણ સ્થળ પસન્દ કરી લેવાની તમને છૂટ છે,
પણ કૃપા કરીને
હે જરઠ ઊષ્ટ્રો !
શબ્દોની પાડીને બલાત્કારે ભેંસ બનાવવાનો કાર્યક્રમ
હવે પડતો મૂકો,
અન્યથા
થનગનતા વયસ્ક પાડરુઓની વણઝાર
તમને શીંગડે ચડાવશે
તો
ક્યાંક તમારી રહી-સહી એક્સ્ટસીય આબરૂના કાંકરા થઇ જશે,
કેમ કે
ઓ વિભીષણો !
હવે અમે તમારી ભરી સભામાં
અંગદની જેમ જ
રોપી દીધો છે અમારો મજબૂત થામ્ભલા જેવો પગ,
તમારામાં તાકાત હોય,
તો ઉખેડી લ્યો,
લેકિન ઇતના જરૂર યાદ રખના
કિ
ગબ્બરસિંહ
અપના નિશાના કભી નહીં ચુકતા
// ઇતિ સમ્બોધન: //
26-02-1976, 'અભિવ્યક્તિ'માં પ્રકાશિત
તમારી જર્જરિત સંકુચિત ફ્રેમમાં
અમારા તરોતાઝા અસ્તિત્વનો ઉચ્ચન્ડ વ્યાપ
સમાઈ શકવાની કોઈ શક્યતા જ નથી,
માટે ઉસ્માનભાઈ અબ્દુલ્લા કાચવાલા (ઉંમર વર્ષ 21) ની
દુકાને જઈ
તમારા થોબડાને કલી કરાવીને
ફ્રેમનું પહોળીકરણ કરાવી લ્યો
એવો
અમારો તમને આપાતકાલીન આગ્રહ છે.
ઓ રુગ્ણપ્રકાન્ડ વટવૃક્ષો !
અમારા ઉચ્છવાસના વાવાઝોડાની
જોરદાર થપાટથી તમે ઊથલી પડો એ પહેલાં
અમારાં મૂલ્યવાન પરામર્શ અનુસાર
વહેલામાં વહેલી તકે
આપમેળે જ ધરાશાયી બનીને
ક્ષેત્રસંન્યાસ લઇ લ્યો,
એમાં જ આપણા સૌનું કલ્યાણ છે.
ઓ પરમપૂજ્ય સત્યમો, શિવમો અને સુન્દરમો,
અત્યાર સુધી જેની નીચે
મંગળમય રીતે તમે ચાલી રહ્યા હતા
એ ગાડાંઓનું સ્થાન
સુપરસોનિકોએ લઇ લીધું છે.
હે જરદ્દગવો,
હવે તમે અન્ય કોઈ કામ શોધવા
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની કચેરીએ
નામ નોન્ધાવવા જવાની
તકલીફ નહીં લ્યો,
તો તમારી કઈ માં-બેન કુંવારી રહી જવાની છે ?
તમે તો કેવળ ક્યૂરિઓ-માર્ટમાં જ શોભો.
ઓ મઠાધીશો !
જો તમે સ્વયમેવ
સમાધિ લેવા જ ઇચ્છુક હો,
તો
કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધીમાંનું
કોઈ પણ સ્થળ પસન્દ કરી લેવાની તમને છૂટ છે,
પણ કૃપા કરીને
હે જરઠ ઊષ્ટ્રો !
શબ્દોની પાડીને બલાત્કારે ભેંસ બનાવવાનો કાર્યક્રમ
હવે પડતો મૂકો,
અન્યથા
થનગનતા વયસ્ક પાડરુઓની વણઝાર
તમને શીંગડે ચડાવશે
તો
ક્યાંક તમારી રહી-સહી એક્સ્ટસીય આબરૂના કાંકરા થઇ જશે,
કેમ કે
ઓ વિભીષણો !
હવે અમે તમારી ભરી સભામાં
અંગદની જેમ જ
રોપી દીધો છે અમારો મજબૂત થામ્ભલા જેવો પગ,
તમારામાં તાકાત હોય,
તો ઉખેડી લ્યો,
લેકિન ઇતના જરૂર યાદ રખના
કિ
ગબ્બરસિંહ
અપના નિશાના કભી નહીં ચુકતા
// ઇતિ સમ્બોધન: //
26-02-1976, 'અભિવ્યક્તિ'માં પ્રકાશિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો