રવિવાર, 9 ઑક્ટોબર, 2022

યાસ-બોધ

દીવડો પેટાવવો છે આપણે;
ને તિમિર-પટ ભેદવો છે આપણે.

જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી;
એક ચીલો પાડવો છે આપણે.

રથ અચાનક ભૂમિમાં ખૂંચે નહીં;
વ્યૂહ એવો શોધવો છે આપણે.

શંખ જેવા શબ્દના પોલાણમાં;
નાદ અનહદ ફૂંકવો છે આપણે.
Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.