દીવડો પેટાવવો છે આપણે;
ને તિમિર-પટ ભેદવો છે આપણે.
જ્યાં જવું છે ત્યાં જવા રસ્તો નથી;
એક ચીલો પાડવો છે આપણે.
રથ અચાનક ભૂમિમાં ખૂંચે નહીં;
વ્યૂહ એવો શોધવો છે આપણે.
શંખ જેવા શબ્દના પોલાણમાં;
નાદ અનહદ ફૂંકવો છે આપણે.
by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.
તમારો ફોન નંબર આપશો...એક પ્રોજેક્ટ માટે તમારૂં કામ છે.. હું યોગેશ વૈદ્ય..૯૦૯૯૦૯૩૦૨૩
જવાબ આપોકાઢી નાખો