રવિવાર, 5 જાન્યુઆરી, 2025

અસ્તિ

નૌકા છે, દરિયો છે,

મોજાં છે, ઝંઝા છે,

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


આંખ-વગાં ફૂલો છે,

સૌરભનો ઝૂલો છે,

અવસર અણમૂલો છે, ઝૂલ,

મદમાતી ચાખ હવા,

ઈઠલાતી દેખ ફઝા,

ખુલ્લી છે દશે દિશા, ખૂલ.


બિલ્લોરી આભ અને 

ખુલ્લેરા તડકા છે.

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


રંગીલી સાંજ ઢળે,

સપનીલા દીપ બળે,

શ્વાસોમાં મ્હેંક ભળે, સૂંઘ,

આસવમય જઝ્બાતે 

સાકી છે સંગાથે,

અધરાતે-મધરાતે ઊંઘ.


ઘેનભરી તંદ્રા છે,

ઘનઘોરી નિદ્રા છે,

અંતે તો એકલો જ તું,

યાર, અંતે તો એકલો જ તું.


- શિલ્પીન થાનકી 

28-12-1993






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.