બે'ક પળ ગ્હેકી, છતાં વર્ષ્યું વરસ,
એમ હું પામ્યો વરસ-ભરનું વરસ.
ચાંદની હમદમ મળી, હરદમ મળી,
શ્વાસમાં ભળતું રહ્યું ધવલું વરસ.
સ્મિત અજાણ્યાં ફૂલ-શાં ચાક્ષુષ થયાં,
માંડ વીત્યું હોશ હરનારું વરસ.
એ મદિર સપ્તાહ, મહિના, મૌસમો,-
વેગ થી ઉડ્યે ગયું હળવું વરસ !
પ્યાસ-દરિયો, વાદળાં, મેઘિલ ધનુષ,-
હોય, હંસા, સેળભેળાતું વરસ.
એમ હું પામ્યો વરસ-ભરનું વરસ.
ચાંદની હમદમ મળી, હરદમ મળી,
શ્વાસમાં ભળતું રહ્યું ધવલું વરસ.
સ્મિત અજાણ્યાં ફૂલ-શાં ચાક્ષુષ થયાં,
માંડ વીત્યું હોશ હરનારું વરસ.
એ મદિર સપ્તાહ, મહિના, મૌસમો,-
વેગ થી ઉડ્યે ગયું હળવું વરસ !
પ્યાસ-દરિયો, વાદળાં, મેઘિલ ધનુષ,-
હોય, હંસા, સેળભેળાતું વરસ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો