ઊંટ ઓચિન્તાનાં રણવચારે આરડેલાં છે,
કેમ કે તેઓ ભચડસાંઢિયાખડ
ચરેલાં છે.
ઊંટની
અપગન્ધથી છે તરબતર ઊસર,
ચોપાસ
તાડનાં સુકેલાં પાન્દડાં ખરેલાં છે.
ચાન્દનીનો
દરિયો રેલાય આદ્યંત રણ વિશે,
ઊંટ આગળપાછળ અણધાર્યાં છકેલા છે.
શું તડકો, શું રેતી,
શું ઝન્ઝાવત પવન,-
ઊંટ ઉબડખાબડ સંવનનરત થયેલાં છે.
ઊંટની
આંખોમાં છે અજબની જિજીવિષા,
ઊંટ ખખડધજ, ખોખલાં અને
અધમરેલાં છે.
ઊંટ-ચામડીને સ્પર્શેલો સૂર્ય જડબેસલાક,
ઊંટનાં
અવયવ અધરાતે હિમ-ઠરેલાં
છે.
ઊંટ એકીટશે તાકે બપોર-નભની નગ્નતા,
જળવિહોણાં
ઊંટ ઝીણી ધારે મૂતરેલાં
છે.
પુણ્ય
કીધાં હશે કઈંક ઊંટના
પૂર્વજોએ પણ,
ઈશાની
વીજ છે, ક્ષિતિજે વાદળ
ચડેલાં છે.
અહીં જુઓ કે ત્યાં
અઢાર અંગ વાંકા હશે,
ઊંટ મારવાડથી સહરા સુધી વિસ્તરેલાં
છે.
નિંડરથલ-હાથ અને ઊંટ
વચ્ચે સમ્બન્ધ શો ?
પ્રાચીનાશ્મ-યુગથી ઊંટ ઊંટવેડાને
વરેલાં છે.
ઊંટના
ઊંટત્વનું અન્તિમ રહસ્ય પામવાને
ઊંટવૈદોએ
એના ઘણાં અર્થઘટન કરેલાં
છે.
ઊંટનાં
મૂળ શોધવામાં તો આયુષ્ય ઓછાં
પડે,
ઊંટમાંથી
ઊંટ જતા પણ ઊંટ જ
વધેલાં છે.
15-08-1978, "ઉદ્ભવ"માં પ્રકાશિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો