રવિવાર, 6 નવેમ્બર, 2011

ડામચિયાકાંડ

બલાંગ મારી હું એના પર બેઠો ,
શબ્દોનો ડામચિયો ઢગલો ઢૂમ હડૂડૂ હેઠો .

ડામચિયાની માલીપાથી
સોળ વરસની કન્યા બોલી :
’કેચ મી ઈફ યૂ કેન બલમવા ,
આય્યમ લવ્લી હેન બલમવા’.
સડેડાટ હું છિન્નભિન્ન ડામચિયા વચ્ચે પેઠો.

વેરણછેરણ ડામચિયામાં પકડાપકડી ,
લીરેલીરા ડામચિયામાં સોળ વરસની કન્યા અન્તર્ધાન
લગાગા ,
ડામચિયાના ડૂચા બોલ્યા :
’સી , બટ ટચ મી નોટ બલમવા ,
યૂ આર જેન્ટલમેન બલમવા’.
ડામચિયાનો હોય કોઈ દી’ નેઠો ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.